Gujarat

વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ

By GS TEAM
6 Oct 20251 min read
TukuTouch Logo
શિકારી પક્ષીઓની તસવીરોનું પ્રદર્શન સહેલાણીઓએ નિહાળ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ

Vadodara : વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિત્તે વડોદરામાં સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય દ્વારા ''માસ્ક મેકિંગ કોમ્પિટિશન'' નું આયોજન કરવામાં આવેલ હતું. આ માસ્ક મેકિંગ કોમ્પિટિશનમા ધ વેસ્ટર્ન રેલ્વે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડસ વડોદરા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના બાળકોએ ભાગ લીધો હતો.

આ પ્રતિયોગિતામાં કુલ 40 બાળકો એ તેઓના 25 વાલીઓ સાથે ભાગ લીધો હતો. વિજેતાઓને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિત્તે તસવીર પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. પ્રદર્શનની વિષયવસ્તુ 'શિકારી પક્ષીઓ' રાખવામાં આવી હતી. વન્યજીવનની તસવીરો ખેંચતા 15 થી વધુ તસવીરકારોએ તેમની 50 તસવીરો આ પ્રદર્શનમાં રજૂ કરી હતી. 3 દિવસના પ્રદર્શનને 3330 સહેલાણીઓ નિહાળ્યું હતું.