તમે અમારી દીકરીને કેમ સારી રીતે રાખતા નથી! પરિણીતાના પિયરવાળાએ સાસરીમાં જઈને હુમલો કર્યો
Vadodara : વડોદરાના તરસાલીમાં મોતીનગર સોસાયટીમાં રહેતા 75 વર્ષમાં હીરાબેન બાગુલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવે છે કે 26મી જાન્યુઆરી સાંજે સાડા પાંચ વાગે હું મારા મોટા દીકરા પ્રવીણની પત્ની પ્રતિભા બંને ઘરની પાછળ પાણી ભરતા હતા. તે વખતે મારો મોટો દીકરો પ્રવીણ રસોડામાં જમવા બેઠો હતો. મારા નાના દીકરા સંદીપની સાસરીમાંથી સાસુ શૈલાબેન, સાળો સચિન, માસા સસરા અશોકભાઈ અને તેમનો દીકરો મારા ઘરે આવ્યા હતા. સંદીપનો સાળો સચિન મને કહેવા લાગ્યો કે તમે મારા બહેન પ્રતિભા ઉર્ફે દિપાને કેમ બરાબર રાખતા નથી? તેમ કહિં ગાળો બોલવા લાગ્યો હતો.
ત્યારબાદ મારો દીકરો વચ્ચે પડતા હોય તેની સાથે ઝપાઝપી કરી હતી. મારા દીકરા પ્રવીણની પત્ની પ્રતિભા છોડાવવા વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી અને કહેવા લાગ્યા હતા કે તમે મહારાષ્ટ્ર આવો પછી તમારા જેવા હાલ કરીએ છીએ અમેં ગભરાઈને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. તેમ છતાં આ લોકો અમારી સોસાયટીમાં જોર જોરથી બૂમો પાડતા હતા અને મારા દીકરાઓને બહાર કાઢી મારવાની ધમકી આપતા હતા જેથી અમે કંટ્રોલરૂમમાં ફોન કરતા તેઓ જતા રહ્યા હતા.