Get The App

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત 1 - image


Jamnagar Suicide Case : જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર 9 માં રહેતી રમીલાબેન હરેશભાઈ કોઠીયા નામની 45 વર્ષની પરિણીત મહિલા પરમદિને સવારે પોતાના ઘેરથી એકાએક ચાલી ગઈ હતી, અને રગમતી નદીના પાણીમાં ઝંપલાવી દઇ આત્મહત્યા કરી લીધી છે. ગઈકાલે તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો. 

આ બનાવ અંગે મૃતકના પતિ હરેશભાઈ લવજીભાઈ કોઠીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના એ.એસ.આઈ. એચ.આર.બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવતી રમીલાબેનના ભાઈનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું, ત્યારબાદ તેણીને અવારનવાર ખોટા વિચારો આવતા હતા, અને પોતાનું ઘર છોડીને ચાલી ગયા બાદ નદીમાં ઝંપલાવી દીધું હોવાનું સામે આવ્યું છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Tags :