Gujarat

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પોતાના પુત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
28 Feb 20261 min read
TukuTouch Logo
દોઢ વર્ષ પહેલા પુત્રનું અવસાન થયું હોવાથી માનસિક સમતુલા ગુમાવી દીધા બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા જીવ દીધો

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પોતાના પુત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી ફરીદાબેન જાવેદભાઈ ચૌહાણ નામની 39 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને નીચે ઉતારીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પતિ જાવીદભાઈ ઉંમરભાઈ ચૌહાણએ પોલીસને જાણ કરતાં કાલાવડના એએસઆઈ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ફરીદાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ફરીદાબેનના પુત્રનું આજથી દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું, ત્યારબાદ તેણીને આઘાત લાગી ગયો હતો, અને પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી. અને તેની દવા પણ ચાલતી હતી. દરમિયાન પુત્રના વિયોગમાં તેણીને મનમાં લાગી આવતાં પોતે પણ ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.