Gujarat

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
28 Aug 20251 min read
TukuTouch Logo
ચારિત્ર્યની શંકા કુશંકા કરી પત્નીને આત્મહત્યાની દુષપ્રેરણા આપનાર પતિ સામે પોલીસે ગુનો નોંધ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar Sucide Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં રહેતી નીલમબેન અતુલભાઇ પરમાર નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.

 આ બનાવ અંગે પોલીસને જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પી.આઇ. પી.જી.પનારા તેમની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને નીલમબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ કરી હતી.

 પોલીસની પૂછપરછ દરમિયાન નીલમબેનને તેણીનો પતિ અતુલ અમરશીભાઈ પરમાર ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરી ત્રાસ ગુજારતો હતો, અને તેણે નીલમબેનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હોવાથી તેણી એ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું નીલમબેનના પિતા ભાણવડના રોજીવાડા ગામમાં રહેતા લાલજીભાઈ સોમાભાઈ મકવાણાએ પોલીસ સમક્ષ આવીને જાહેર કર્યું હતું. જેની ફરિયાદના આધારે પોલીસે નિલમબેનના પતિ અતુલ અમરશીભાઈ પરમાર સામે ગુન્હો નોંધ્યો છે.