Gujarat

ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ

By GS TEAM
29 Mar 20261 min read
ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ

- ઘરેથી કોઇને કહ્યાં વગર ચાલી જતા શોધખોળ છતાં પત્તો નહીં લાગતા પોલીસને જાણ કરી 

આણંદ : ખંભાતના ઉંદેલ ગામની પરિણીતા પોતાના આઠ વર્ષીય દીકરા સાથે રહસ્યમય રીતે લાપતા થઈ હતી.આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જાણવા જોગ નોંધ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત તાલુકાના ઉંદેલ ગામના દરબાર ફળિયામાં રહેતી ૩૦ વર્ષીય કોમલબેન પ્રવીણભાઈ પરમાર ગત તારીખ ૨૪ માર્ચના રોજ પોતાના આઠ વર્ષીય દીકરા હિમાંશુસિંહને સાથે લઈને કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. પરિવારજનોએ ગામ સહિત સગા સંબંધીમાં તેણીની શોધખોળ કરતા કરાવતા કોઈ પત્તો ન લાગતા આખરે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર માતા - પુત્રની સઘન શોધખોળ હાથ ધરી છે.