Gujarat

ધ્રોળના ખાખરા ગામમાં રહેતી શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત

By GS TEAM
14 Nov 20251 min read
TukuTouch Logo
માત્ર એક માસ પહેલાં જ પરણેલી યુવતીને માવતરે આંટો દેવા જવા બાબતે પતિ સાથે ઝગડો થતાં મનમાં લાગી આવવાથી મોતની સોડ તાણી મૃતકના પતિએ પોલિસને જાણ કરતાં પોલીસની ટીમ બનાવના સ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોળના ખાખરા ગામમાં રહેતી શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં રહેતા ખેડૂત સાવજુભા જાડેજાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા વતની વિનોદભાઈ માનસિંગભાઈ વસુનિયાની પત્ની સોનલબેન (ઉંમર વર્ષ 25) એ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.

સોનલબેનના માત્ર એક મહિના પહેલાં જ લગ્ન થયા હતા, અને તેણીને પોતાના માવતરે આંટો દેવા માટે જવું હતું, પરંતુ પતિએ હાલમાં મગફળીની સિઝન ચાલતી હોવાથી માવતરે જવાની ના પાડતાં માઠું લાગી આવ્યું હોવાથી તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

 મૃતકના પતિ વિનોદભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ બનાવના સ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.