જામનગરના ધ્રોલ તાલુકામાં પરિણીતાનો સંતાન પ્રાપ્તિના વિયોગમાં ફાંસો ખાઈ આપઘાત

Jamnagar Suicide Case: જામનગરમાં જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમ વિસ્તારમાં વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મધુબેન અશોકભાઈ વાઘેલા નામની 23 વર્ષની ભીલ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પતરાના એંગલમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પતિ અશોક કાનાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક મધુબેન ને અગાઉ બે વખત કસુવાવડ થઈ ગઈ હતી અને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી તેના વિયોગમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું હતું.

