Gujarat
પ્રેમ સંબંધની જાણ પતિ તેમજ ઘરના સભ્યોને થતા પરિણીતાનો આપઘાત
By GS TEAM
16 Jun 20251 min read
પાદરામાં નણંદના ઘેર જઈને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
પાદરામાં નણંદના ઘેર જઈને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Suicide : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએઝ પમ્પિંગ રોડ પરની સૂર્યાનગર ખાતે રહેતા અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા નિખિલ ઉર્ફે યોગેશ વિનાયકરાવ મલ્લેટેની પત્ની પ્રિયંકા ઉર્ફે પીયુ ઉંમર વર્ષ 35એ તારીખ 11 ના રોજ રાત્રે પાદરામાં ભાવસારવાડ ખાતે રહેતી નણંદ આકાંક્ષાના ઘેર ઉધઈ મારવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું ગઈકાલે મોત નીપજયુ હતું. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે મૃતક પ્રિયંકા ઉર્ફે પીયુને અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધની જાણ પતિ તેમજ ઘરના સભ્યોને થતા તેને મનમાં લાગી આવ્યું હતું અને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.









