Gujarat

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

By GS TEAM
17 May 20261 min read
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

વડોદરા,લગ્ન  પછી સંતાન નહીં થતા પરિણીતા  પર  સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. જે ત્રાસથી  કંટાળીને પરિણીતાએ ગળા ફાંસો ખાઇ લીધો હતો.

પંચમહાલ જિલ્લાના નાનની ભાડોલી ગામે રહેતા ગીતાબેન દિલીપસિંહ પરમારે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી મોટી દીકરી પાયલના લગ્ન વર્ષ - ૨૦૨૨ માં વડોદરાના બાજવા ખાતે આંબેડકરનગરમાં રહેતા સાહિલ જગદીશભાઇ પટેલ સાથે થયા હતા. લગ્ન પછી મારી દીકરી અમારા ઘરે આવતી નહતી. પરંતુ, એક વર્ષ  પહેલા તે મારી માતા ચંપાબેનની ત્યાં ગોધરા શક્તિદાસની મુવાડી ખાતે આવવા લાગી હતી. તેણે મારી માતાને ેએવી વાત કરી હતી કે,મારી સાસુસ હર્ષાબેન, પતિ સાહિલ, સસરા જગદીશભાઇ તથા દિયર મને ખૂબ હેરાન કરે છે. મને સંતાન નહીે હોવાથી ઝઘડો કરી મારઝૂડ કરે છે.ગત ૧૫ મી તારીખે સાહિલે મારી માતા ચંપાબેનને ફોન કરીને કહ્યું કે,તમારી દીકરીને કોઇ ઓલાદ થતું નથી, જેથી હવે અમારે જે કરવાનું હશે તે મારી બહેન વકીલ  છે,તેનાથી કરાવી લઇશું. મારી દીકરીએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેણે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.