સોન-અસલી હીરાનાના ભાવ આસમાને પહોચતાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી
સોનાના દસ ગ્રામના ભાવ રૃ. ૯૯૦૦૦ની આસપાસના થતાં તેની ખરીદી અશક્ય બનતા લેબગ્રોન ડાયમંડ તરફ વળ્યા
સારુ મટિરિયલ લઇને રૂ. 10000થી 15000ના ભાવે વેચાતી ઇમિટેશન જ્વેલરીનું બજાર પણ તૂટ્યું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
નેચરલ ડાયમંડના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા હોવાથી લોકો ઝડપથી લેબોરેટરીમાં બનાવવામાં આવતા ડાયમંડની ખરીદી તરફ વળી રહ્યા છે. અસલી હીરાની ચમક લેબ્રોન ડાયમંડમાં પણ જોવા મળી રહી હોવાથી અનેલેબગ્રોન ડાયમંડના ભાવે ૭૦થી ૯૦ ટકા નીચે હોવાથી લોકો લેબગ્રોન ડાયમંડની ખરીદી તરફ વળી રહ્યા છે.પૃથ્વીના પેટાળમાં ડાયમંડ બનવાની થતી પ્રક્રિયા લેબોરેટરીમાં કરીને લેબગ્રોન ડાયમંડ તૈયારક રવામાં આવી રહ્યા છે.
લેબોરેટરીમાં બનતા ડાયમંડ પરવડે તેવા અને વિવિધતાભર્યા હોવાથી ગ્રાહકોને તે ગમવા માંડયા છે. એક જમાનામાં જે મધ્યમ વર્ગ અસલી હીરોનો વિચાર પણ કરતાં નહોતા તે મધ્યમ વર્ગના લોકો પણ હવે લેબોરેટરીમાં બનતા હીરાના દાગીના લેતા થઈ ગયા છે. આમ હીરાના બજારમાં માત્ર ઉચ્ચ વર્ગની ઇજારાશાહી હતી તે ડાયમંડની ખરીદી કરવા મધ્યમ વર્ગ પણ લાગી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લેબગ્રોન ડાયમંડની વિદેશી મહાનુભાવોને ભટ આપતા થયા હોવાથી પણ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે.
લેબગ્રોન ડાયમંડના ભાવ અસલી ડાયમંડની તુલનાએ ૮૦થી ૯૦ ટકા ઓછા હોવાથી ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે. પરંતુ તેના થકી થતી આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, એમ સુરતના ડાયમંડ ડિલર્સના એસોસિયેસનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાનું કહેવું છે.
લેબગ્રોન ડાયમંડ વેચનારા તેની સાથે સટફિકેટ પણ આપે જ છે. તેથી નોબત આવે ત્યારે લેબગ્રોન ડાયમંડના દાગીના પરત વેચી પણ શકાય છે. સોનાના દસગ્રામના ભાવ રૃ. ૯૯૦૦૦થી રૃ.૧ લાખની આસપાસના બોલાઈ ગયા હોવાથી તેના દાગીના ખરીદવાની મજબૂરી ન હોય તો કોઈ ખરીદવાનું પસંદ કરતાં નથી. ઘરમાં કોઈ પ્રસંગ હોય તો જ તેઓ સોનાના દાગીના ખરીદી રહ્યા છે.
આ મજબૂરીને કારણે પણ લેબગ્રોન ડાયમંડની ખરીદી કરવા તરફ મધ્યમ વર્ગના લોકો વળી રહ્યા છે. તેથી લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ વધી રહ્યો છે. અખાત્રીજના તહેવારોમાં પણ અપેક્ષા પ્રમાણે લેવાલી નીકળી નહોતી. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે સોનાનું વેચાણ અમદાવાદમાં ઓછું થયું હતું.
સુરતમાં લેબગ્રોન ડાયમંડ બનાવનારા મોટા પંદરથી સત્તર યુનિટ છે. તેમના કામકાજ ચાલી રહ્યા છે. પરંતુ લેબગ્રોન ડાયમંડ બનાવવાના બિઝનેસમાં નવા આવી રહેલાઓને માજન ઓછા મળતા થયા હોવાથી તેમના એકમોને ટકાવવા મુશ્કેલ બની રહ્યા છે. અત્યાર સુધી લેબગ્રોન ડાયમંડ પણ સમાજનો એક વર્ગ જ ખરીદતો હતો. હવે સમાજનો મોટાભાગનો વર્ગ લેબગ્રોન ડાયમંડ ખરીદતો થઈ ગયો છે.
અસલી હીરાની નિકાસ પણ તેની અસર હેઠળ સીમિત થવા માંડી છે. એક અંદાજ મુજબ ઇમિટેશન જ્વેલરીના તગડા ભાવ લઈને ધંધો કરનારાઓના ધંધો પણ લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ છીનવવા માંડયો છે. ઇમિટેશન જ્વેલરીમાં રૃ.૧૦,૦૦૦ કે ૧૫૦૦૦ ખર્ચવાને બદલે તેટલી જ રકમના સટફાઈડ લેબગ્રોન ડાયમંડ ખરીદવા વુ લાભદાયી લાગવા માંડયા છે.
(બોક્સ)
લેબગ્રોન ડાયમંડના કામકાજ વધ્યા
લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં વધારો થઈ રહ્યો હોવાનો નિર્દેશ નીચેના આંકડાઓ આપીરહ્યા છે. રફ ડાયમંડના અને ઘસેલા હીરાના કામકાજ ઘટી રહ્યા છે. તેની સામે લેબગ્રોડ ડાયમંડના બિઝનેસમાં વધારો થઈ રહ્યો ચે. લેબગ્રોન ડાયમંડ અમેરિકા, હોન્ગકોન્ગ, બેન્કકોગ, યુનાઈટેડ આરબ અમિરાત અને યુરોપિયન સંઘના દેશોમાં નિકાસ વધી રહી છે.
??????????????????? ????????????????
ડાયમંડ વેપાર વેપારૌ તફાવત(ટકામાં)
રફ ડાયમંડ ૩૬૦.૧૬ કરોડ ૧૬૯.૨૪ કરોડ ૫૩.૦૧ ટકા
ઘસેલા હીરા ૫૨૧૫.૦૨ કરોડ ૪૬૪૪.૩૧ કરોડ ૧૦.૯૪ ટકા
લેબગ્રોન ડાયમંડ ૪૮૭.૬૩ કરોડ ૪૪૦.૭૫ કરો ૦૯.૬૧ ટકા