Get The App

મારી આ વાત ડાયરીમાં લખી રાખજો, ‘બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડશે’: અમિત શાહ

Updated: Nov 16th, 2022

GS TEAM


Google News
Google News
મારી આ વાત ડાયરીમાં લખી રાખજો, ‘બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડશે’: અમિત શાહ 1 - image


અમદાવાદ, તા.16 નવેમ્બર, 2022, બુધવાર 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પક્ષોના ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. અમદાવાદની ચર્ચિત ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલની દાવેદારી સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિત રહ્યાં હતા. 

શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે કેસરીયા મહારેલી યોજીને નામાંકન ભર્યુ છે. રેલી બાદ અમિત શાહે મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું જે બાદ બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડિયામાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. 

ફોર્મ ભરતા પૂર્વે CM પટેલની ઘાટલોડિયામાં જાહેર સભા પણ યોજાઈ હતી. આ સભામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સંબોધન આપ્યું હતુ.

ગૃહમંત્રી અમિત શાહ સંબોધન આપતા કહ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધી જયકારનો અવાજ જવો જોઈએ

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય, હાલના મુખ્યમંત્રી અને ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ફ્રોમ ભરવાના છે ત્યારે તમામ સમાજના લોકો સાથે આવ્યા છે. રબારી સમાજના લોકો પણ પાઘડી પેહેરીને આવ્યા છે. 1990થી બીજેપીનો ચૂંટણી જીતવાનો વિક્રમ અકબંધ રહ્યો છે.

વધુમાં અમિત શાહે કહ્યું કે, ડાયરીમાં લખી રાખજો બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડી નાખશે. ગુજરાતની જનતાને યાદ કરાવુ છુ કે 1985થી1995 આમ 10 વર્ષ વેદનાનું ગુજરાત હતુ અને આજે 20 વર્ષના છોકરા ને કર્ફ્યુ શું છે એ ખબર નથી. 

ગુજરાતમાં સલામતી કેમ નથી બધાને બે સવાલ થતા ત્યારે ગુજરાતની જનતાએ બીજેપીને મોકો આપ્યો અને ગુજરાતના એક્ટ તુરમન ખાન નથી. લતીફ અને અમુક ગુંડાના લીધે જનતા પરેશાન થઈ ગઈ હતી.  

મારી આ વાત ડાયરીમાં લખી રાખજો, ‘બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડશે’: અમિત શાહ 2 - image

અમદાવાદથી મુંબઈ હાઇવે-8 બનાવી વિકાસ કર્યો છે, ગામડામાં 7 કલાકથી વધુ વીજળી મળતી ન હતી

અમર સિંહ ભાઈએ ના પાડી કે નહિ થાય હું એન્જિનિયર છું પણ મોદીએ મજબૂત મક્કમ મનોબળ સાથે 2005 સુધી દરેક ગામડે વીજળી આપી,કોગ્રેસના લોકો અત્યારે નવા કપડાં પહેરી આવી ગયા છે.

કોગ્રેસ કહે છે કે કામ બોલે છે પણ ૧૯૯૭થી સત્તામાં બીજેપી છે તો કયા કામ કર્યા ભાઈ ?

  • લોકોની માંગ હતી કે રામ મંદિર તો ત્યાં જ બને અને જોવો અત્યારે મોદી સરકારે ત્યાં બનાવી બતાયું...
  • જાન્યુઆરી 2024માં રામ મંદિર બનાવી દઈશું
  • કાશ્મીરને કોગ્રેસે પંપાળી-પંપાળી ખેદાન મેદાન કર્યું ત્યારે મોદીએ એક ઝટકો આપી સુશાસન લાગુ કર્યું
  • આજે આપડું કાશ્મીર સમગ્ર દેશ સાથે જોડાયેલું દેખાય છે
  • ટ્રીપલ તલાકને પણ પીએમ મોદીએ હટાવી
  • દ્વારકામાં પણ ભૂપેન્દ્ર ભાઈએ યોગ્ય કાર્ય કર્યું

નરેન્દ્ર ભાઇ મુખ્યમંત્રી હતા ત્યાંથી પીએમ બન્યા ત્યાં સુધી ગુજરાતના ગમે તે CM આવે વિકાસના કામો અવિરત થાય જ છેઆશા છે કે આપ સૌ કોઈ મતદાન કરીને ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈને રેકોર્ડ બ્રેક વોટ સાથે જીતાડશો અને ડબલ એન્જિનની સરકારની વિકાસગાથા અવિરત ચલાવતા રહેશો.



Tags :