Gujarat

ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ

By GS TEAM
8 Dec 20252 mins read
ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ

ઓરિસ્સાથી ચાલતા ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ

કેલિયા-વાસણા ગામનો શખ્સ સાળાની પત્નીને સાથે મળીને ગાંજાની હેરાફેરી કરતો હતો ઃ ત્રણ સામે ગુના

બગોદરાઅમદાવાદ ગ્રામ્ય એસએસોજીએ ઓરિસ્સાથી ચાલતા ગાંજાની હેરાફેરીને પર્દાફાશ કર્યો છે. એસઓજીએ ધોળકા પહોંચાડવા આવેલી મહિલા સહિત બે આરોપીને ૪.૯૮ની કિંમતના ૯.૯૦૦  કિલો ગાંજા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, એક મહિલા ઓરિસ્સાથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ ધોળકા પાસે આવેલા શેખડી ગામ પાસે નિરંજન ગોસ્વામીને આપવાની છે. બાતમીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંને આરોપીને ૯.૯૬૦ કિલોગ્રામ (રૃ.૪.૯૮ લાખના) ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

પોલીસ પૂછપરછમાં આરોપી નિરંજન ગોસ્વામી (રહે. હાલ કેલિયા-વાસણા, મૂળ ગામ રનોડા ગામ, ધોળકા)એ જણાવ્યું હતું કે, મેં ભુવનેશ્વર ઓરિસ્સામાં બીજા લગ્ન કર્ય છે. જેથી અવાર-નવાર ઓરિસ્સા જવાનું થાય ત્યારે ત્યાં ભુવનેશ્વરમાં રહેતા વિક્રમ પાસેથી એક કિલોગ્રામ ગાંજાના ૨૫૦ રૃપિયા આપી લાવ્યો હતો. ઝડપાયેલી મહિલા મારા સાળાની પત્ની છે. ગાંજો માલ લાવવા માટે મારા સાળાની પત્ની સુમિત્રા નાહકને સાથે લાવતો અને ગાંજો ભરેલા બેગ ટ્રેનમાં સાચવવા આપી દેતો હતો.

વધુમાં આરોપીએ કહ્યું કે, 'ગાંજો ધોળકામાં લાવીને પોતે પીતો હતો અને અમુક છૂટકમાં વેચાણ કરતો હતો.' આ મામલે ગ્રામ્ય એસઓજીએ આરોપી પાસેથી ગાંજાનો જથ્થો, ૩-મોબાઈલ, રોકડ રૃ. ૧,૫૦૦ સહિત રૃ. ૫,૦૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.