Get The App

બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત 1 - image

- એરંડાના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર પકડાયું 

- 473 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ  : ગાંજાનું વેચાણ કોને કરાતું હતું ? તેના સહિતની તપાસ કરાશે

બાલાસિનોર : બાલાસિનોરના રત્નાજીના મુવાડા તાલુકાના વડદલાની ખેતરમાં એરંડાના પાકની આડમાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ થયો છે. પોલીસે ૨.૩૭ કરોડના ૨૫૮ ગાંજાના છોડ પકડી પાડયા હતા અને એક શખ્સની ધરપકડ કરી છે. 

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફે રત્નાજીના મુવાડા તાલુકાના વડદલા ગામની સીમમાં દરોડા પાડયા હતા અને પોલીસને એરંડાની આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. એફએસએલ સહિતની ટીમો દોડી ગઇ હતી અને ખેતરમાં ગાંજાના ૨૫૮ છોડ મળી આવ્યા હતા. ૨.૩૬ કરોડનો ૪૭૩ કિલો ગાંજો પોલીસે જપ્ત કર્યો છે અને વડદલા ગામના વાઘજીભાઇ શીવાભાઇ પરમારની ધરપકડ કરી છે. 

આ મામલે વાઘજી શીવા પરમાર સામે એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ બાબતે મહીસાગર નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ શખ્સ ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરતો હતો ? તેની સાથે કોણ કોણ સામેલ છે ? ગાંજાનું વેચાણ ક્યાં અને કોને કરાતું હતું ? વગેરે દિશામાં હવે તપાસ કરવામાં આવશે. ગાંજાના વાવેતર અને વેચાણના સમગ્ર નેટવર્કને ખુલ્લુ પાડીને તેમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કડક પગલાં લેવામાં આવશે.