Get The App

વિઝાના નામે ફ્રોડઃવડાેદરાની મા અંબે ઇન્ટરનેશલ ના સંચાલકો ફરાર થતાં અનેક યુવકો ઠગાયા

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
વિઝાના નામે ફ્રોડઃવડાેદરાની મા અંબે ઇન્ટરનેશલ ના સંચાલકો ફરાર થતાં અનેક યુવકો ઠગાયા 1 - image

વડોદરાઃ શહેરમાં વિઝાના નામે ફ્રોડનો વધુ એક બનાવ બહાર આવ્યો છે.જેમાં ઓફિસને તાળાં મારી ફરાર થઇ ગયેલા સંચાલકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

નવસારીના ગણદેવી  નજીક અમલસાડ ગામે રહેતા ચેતન પટેલે પોલીસને કહ્યું છે કે, સોશ્યલ મીડિયા પર વર્ક પરમિટની જાહેરાત જોઇ અમે વડોદરાના મુજમહુડા ખાતે સિગ્નેટ  હબના બીજા માળે આવેલી મા અંબે ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના પ્રતીક પાંડેનો સંપર્ક કર્યો હતો.તેમણે ઓફિસના બોસ સૌરભભાઇ છે અને ઉત્તમભાઇ શર્મા બધું કામકાજ સંભાળે છે તેમ કહી રૃબરુ બોલાવ્યા હતા.

જેથી હું અને મારા સાત મિત્રો વિઝા ઓફિસમાં મળવા માટે આવ્યા હતા.તુર્કી જવા માટે મારી પાસે રૃ.૬૦ હજાર ફી નક્કી કરી હતી અને મારા બાકીના સાત મિત્રો પાસે પણ આવી જ રીતે ફી નક્કી કરી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ લઇ કુલ રૃ.૪.૨૪લાખ પડાવ્યા હતા.

ત્યારબાદ અમને વાયદા કરવામાં આવતા હતા.આખરે વડોદરા આવતાં ઓફિસ બંધ જણાઇ હતી.જેથી તપાસ કરતાં ઓફિસનો મુખ્ય સંચાલક સૌરભ ફોન નહિ લેતો હોવાની અને ઉત્તમ ઉર્ફે રાજકુમાર ક્રિષ્ના શર્મા(સુક્કર બઝાર,ડીતે મોહન ગાર્ડન,વેસ્ટ દિલ્હી)પણ આવતો નહિ હોવાની જાણ થઇ હતી.જેથી પોલીસે પ્રતીક પાંડે અને ઉત્તમ શર્મા સામે ગુનો નોંધ્યો છે.આ બનાવમાં બીજા પણ અનેક લોકો ફસાયા હોવાની શક્યતા જોવાઇ રહીછે.

Tags :