Gujarat

સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
ફુલપાડા વિસ્તારની પાલિકાની શાળાની બહાર જ તળાવ બની ગયું, વિદ્યાર્થીઓ-વાલીઓને ભારે હાલાકી

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

Surat Rain Update : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ હાલ ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે તેની વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં દેમાર વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ વરસાદનું જોર હોવાથી શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે જનજીવન પર અસર પડી હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા તો પાલિકાની કેટલીક શાળાની આસપાસ પણ ભરાયેલા પાણીનું તળાવ બની જતાં હાલાકી વધી હતી.

સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ સાથે જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ખુલ્લી પડી ગઈ છે. મેયર સહિત અનેકે સુરતમાં પાણી ન ભરાય તેવા દાવા કર્યા હતા પરંતુ સામાન્ય વરસાદમાં પણ આ દાવા પોકળ સાબિત થયાં છે. અને શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ પાણીનો ભરાવો થયો હતો  જેના કારણે નોકરી ધંધે જનારા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. 

સુરતના ફુલપાડા વિસ્તારમાં પાણીના ભરાવાના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી અને પાલિકાની નબળી કામગીરીના પાપે સ્થાનિકો સાથે વાહન ચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા બહાર જ વરસાદી પાણીનું તળાવ ભરાયું હતું જેના કારણે શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શિક્ષકોને પણ હાલાકી થઈ હતી.