Gujarat

મનસુખ સાગઠિયા ને તેના બે સાગરિતો સામે EDએ પ્રોસેક્યુશન કમ્પ્લેઈન ફાઈલ કરી

By GS TEAM
26 Nov 20252 mins read
મનસુખ સાગઠિયા ને તેના બે સાગરિતો સામે  EDએ પ્રોસેક્યુશન કમ્પ્લેઈન ફાઈલ કરી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ કચેરીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી મનસુખ સાગઠિયા અને તેમના બે સાગરિતો સામે પ્રીવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ  પ્રોસેક્યુશન કમ્પ્લેઈન ફાઈલ કરી છે. એન્ટી કરપ્શન બ્યુરોની રાજકોટ કચેરીના અધિકારીએ અમદાવાદના મિરઝપુર વિસ્તારમાં આવેલી કોર્ટમાં પ્રસ્તુત ફરિયાદને ફાઈલ કરવામાં આવી છે. 

રાજકોટની ટાઉન પ્લાનિગં કચેરીમાાં જાહેર સેવક તરીકે સેવા આપતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રાજકોટ સ્થિત એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ફાઈલ કરેલી અફરિયાદને આધારે રાજકોટના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ેકચેરીએ મનસુખભાઈ સાગઠિયા સામે તપાસ ચાલુ કરી હતી. મનસુશ સાગઠિયાએ અંદાજે રૃા૨૪.૩૧ કરોડના પર ટાંચ લગાવી હતી. પહેલી એપ્રિલ ૨૦૧૪થી માંડીને  ૩૧મી મે ૨૦૨૫ના સમયગાળા દરમિયાનની તેમની કામગીરીના અનુસંધાનમાં તેમની સામે તપાસ કરવામાં આવી હતી. મનસુખ સાગઠિયા રૃ.૨૪.૩૧ કરોડની ફરિયાદ કરવામાં આવી છે. ઇડીના અધિકારીઓએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મનસુખ સાગઠિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાઇંગ સેવક તરીકે સેવા આપી રહ્યા છે. 

મનસુખ સાગઠિયાના કેસમાં કરવામાં આવેલી તપાસ જાણવા મળ્યું હતું કે રાજકોટની પોસ્ટ ઓફિસમાં મનસુખ સાગઠિયાએ રિકરિંગ ડિપોઝીટના સંખ્યાબંધ એકાઉન્ટ ખોલવા માટે રાજકોટની પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટના ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓ કેયૂર મનસુખભાઈ સાગઠિયા અને તેમના પત્ની ભાવનાબેન મનસુખભાઈ સાગઠિયાને નામે ખોલાવ્યા હતા.  આ રિકરિંગ ડિપોઝિટ તેમણે ફેબુ્રઆરી ૨૦૧૫થી માંડીને જૂન ૨૦૨૨ના ગાળામાં કરાવીહતી. રિકરિંગ ડિપોઝિટના આ ખાતાઓમાં નિયમિત રીતે પૈસા જમા કરાવવામાં આવતા હતા. 

રિકરિંગ એકાઉન્ટની વિગતોની ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે આ ખાતાંઓમાં રોકડેથી નાણાં જમા કરાવવામાં આવ્યા હતા. આ ખાતાઓ બંધ કરાવ્યા પછી તેમાંથી ઉપાડેલી રકમનો ઉપયોગ મિલકતની ખરીદી કરવા માટે કરવામાં આવ્યો હતો. 

આ કેસમાં તપાસ કરતી વેળાએ જાણવા મળ્યું હતુંકે ગુનાઈત પ્રવૃત્તિમાંથી મળતાં નાણાંનો ઉપયોગ મનસુખ સાગઠિયાએ સ્થાવર અન ેજંગમ મિલકતમાં રાક્યા હતા. ગુનાઈત પ્રવૃત્તિમાંથી થતી આવકના નાણાંનો ઉપયોગ કરીને તેમણે ઘણી મિલકતો ખરીદી હતી. સ્થાવર અને જંગમ બંને પ્રકારની મિલકતોની તેમણે ખરીદી કરી હતી. ગુનાઈત પ્રવૃત્તિમાંથી થતી આવકના નાણાં આ ખાતાઓમાં જમા કરાવ્યા હતા. 

મનસુખ સાગઠિયા સામેની અત્યાર સુધીની તપાસમાં ગુનાઈત પ્રવૃત્તિમાંથી અંદાજે રુ. ૨૧.૬૧ કરોડનીજંગમ મિલકતોની ખરીદી કરી હતી. આ ંજગમ મિલકતોમાં રોકડ, સોનું, હીરામોતી, ચાંદીના દાગનાઓનો સમાવેશ થાય છે. તેમની પાસેથી જુદાં જુદાં દેસની ચલણી નોટ્સ પણ મળી આવી હતી. તદુપરાંત મોંઘી ઘડિયાળો પણ મળી આવી હતી.