પોલીસે લાશને પીએમ માટે મોકલી
ભિક્ષુક જેવા અજાણ્યા યુવકનું અકસ્માતે તળાવમાં ડૂબી જતા મોત થયાનું અનુમાન
નડિયાદ: નડિયાદ તાલુકાના આખડોલ ગામના મોટા તળાવમાંથી આજે બપોરે અજાણ્યા પુરુષની લાશ મળી હતી.
અજાણ્યો પુરુષ ઉં.વ.૩૫થી ૪૦નો હોવાનું જણાઈ આવેલું છે. આ ભિક્ષુક જેવા લાગતા પુરુષની ઓળખ થયેલી નથી. આ અજાણ્યા પુરુષનું અકસ્માતે તળાવમાં પડી ડૂબી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બુધાભાઈ શિવાભાઈ પરમારે નડિયાદ રૂલર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


