મનોજ અગ્રવાલ IPS એસોશીએશનના પ્રમુખ બન્યા, જી એસ મલિક ઉપપ્રમુખ
એક્ઝીક્યુટીવ કમિટીમાં ૧૧ આઇપીએસ અધિકારીઓનો સમાવેશ
નિપુણા તોરવણે એસોશીએશનના સેક્રેટરી અને એન એન ચૌધરીની ખજાનચી તરીકે પસંદગી કરવામાં આવી
અમદાવાદ,સોમવાર
ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓના એસોશીએશનની બેઠક ડફનાળા આઇપીએસ મેસ ખાતે મળી હતી. જેમાં પ્રમુખ તરીકે મનોજ અગ્રવાલ અને ઉપપ્રમુખ તરીકે જી એસ મલિકની વરણી કરવામાં આવી છે. જ્યારે સેક્રેટરી તરીકે નિપુણા તોરવણે અને ખજાનચી તરીકે એન એન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓના એસોશીએશનની બેઠક ડફનાળા આઇપીએસ મેસ ખાતે મળી હતી. આ બેઠક પ્રમુખ અને ઉપપ્રમુખની તેમજ નવી કમીટીની રચના કરવા માટે મળી હતી. જેમાં સર્વાનુમતે મનોજ અગ્રવાલને પ્રમુખ તરીકે અને જી એસ મલિકને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સેક્રેટરી તરીકે નિપુણા તોરવણે તેમજ ખજાનચી તરીકે એન એન ચૌધરીની નિમણૂંક કરવામાં આવી હતી.
આ ઉપરાંત, આઇપીએસ એસોશીએશનની એક્ઝીક્યુટીવ કમિટીમાં પિયુષ પટેલ, ગગનદીપ ગંભીર, વિરેન્દ્ર યાદવ, વિશાલ વાઘેલા, સુનિલ જોશી, કરણરાજસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ ગોહિલ, રાજેશ ગઢિયા, રાજદીપસિંહ ઝાલા,ઓમ પ્રકાશ જાટ અને વિશાખા ડાબરાલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.