Gujarat
દારૃના નશામાં કાર લઇને નીકળેલો માંજલપુરનો યુવાન ઝડપાયો
By GS TEAM
8 Nov 20251 min read

વડોદરા,માંજલપુર આકાશવાણી પાછળ આકાશ ગંગા સોસાયટીમાં રહેતો યુવક ગઇકાલે રાતે દારૃનો નશો કરી કાર લઇને નીકળ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં તેણે અકસ્માત કરતા લોકોએ ભેગા થઇને પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો.
ગઇકાલે રાતે પોણા દશ વાગ્યે કારેલીબાગ રોડ પર એક નશેબાજ કાર ચાલકે અકસ્માત કર્યો હોવાનો મેસેજ મળતા કુંભારવાડા પોલીસ દોડી ગઇ હતી. સ્થળ પર લોકો ટોળે વળ્યા હતા અને કાર ચાલક સાથે બોલાચાલી થતી હતી. પોલીસે સ્થળ પર જઇને મામલો શાંત પાડી ટોળાને વિખેર્યા હતા. પોલીસે તપાસ કરતા કાર ચાલક દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે કાર ચાલકે અજય તેજવીરસીંગ ચૌધરી, ઉં.વ.૨૬ (રહે. આકાશ ગંગા સોસાયટી, માંજલપુર) સામે ગુનો દાખલ કરી કાર કબજ ેકરી હતી. અજય સામે અગાઉ મારામારીના પણ કેસ થયા હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે કુંભારવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.








