Get The App

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા 1 - image

વડોદરાઃ ટ્રાફિક ચલણની એપીકે ફાઈલ ડાઉનલોડ કરવાથી મોબાઇલ હેક થઈ જતો હોવાના અને બેંકમાંથી રકમ ઉપડી જતી હોવાના અનેક કિસ્સા બન્યા છે,ત્યારે વડોદરાના વધુ એક વેપારી સાથે ૭.૯૯ લાખની છેતરપિંંડીનો બનાવ બન્યો છે.જેમાંથી ૨.૯૯ લાખ પરત મળી ગયા હતા.

     માંજલપુરના મેલડીનગર ખાતે રહેતા અને ઓઇલનો વ્યવસાય કરતા કૈલાશચંદ્ર ખટીકે પોલીસને કહ્યું છે કે,ગઇ તા ૨૩ મી જુલાઈએ અમારા સમાજના વોટ્સએપ ગુ્રપમાં ટ્રાફિક ચલણ એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી.જે એપ્લિકેશન ડાઉનલોડ કરતાં તેમાં ઇન્સ્યોરન્સ અને વાહનોના લોગો બતાવતા હતા. 

     જેમાં મેં મારા વાહનનો નંબર નાખતાં મારો મોબાઇલ હેક થઈ ગયો હતો.મારી એચડીએફસી બેન્ક ની એપ ખોલતાં તે પણ ખુલતી ન હતી.ત્યારબાદ મને ડેબિટ ટ્રાન્જેક્શનના મેસેજ મળ્યા હતા અને મારા બેન્ક એકાઉન્ટ માંથી ટુકડે ટુકડે ૭.૯૯ લાખ કપાઈ ગયા હતા.

વેપારીએ કહ્યું હતું કે,બેંન્કમાં ગયો હતો અને ત્યારબાદ ૨.૯૯ લાખ મારે એકાઉન્ટમાં પરત મળ્યા હતા.જ્યારે ૪.૯૯ લાખ હજી મળ્યા નથી.જેથી સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે.

Tags :