રાજકોટ શહેર પોલીસનો નિર્ણય: આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત
AI Image |
Rajkot Police Rule for Helmet : રાજકોટમાં પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને લઈને ચર્ચા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો છે.
બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત
રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇકચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પોલીસ કમિશ્નરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઇવ શરુ કરવાનો આદેશ કર્યો છે.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, શહેરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા જીવલેણ અકસ્માત બને છે. વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોય તેવી 20 અકસ્માતની ઘટનામાં 20 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે 10ને ગંભીર ઈજા પહોંચી છે.