Get The App

માંડલ ગ્રામ્યની હાંસલપુર પોલીસ ટીમે ટી.પી.રોડ ઉપરથી ૯.૩૧ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપ્યો

Updated: May 13th, 2025

GS TEAM

Google News
Google News
માંડલ ગ્રામ્યની હાંસલપુર પોલીસ ટીમે ટી.પી.રોડ ઉપરથી ૯.૩૧ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપ્યો 1 - image

બેચરાજીથી બે લક્ઝુરીયસ કાર વિઠલાપુર તરફ જતાં છાપો માર્યો થ દારૃની ૩૧૫૩ બોટલો અને બંને કાર સહિત ૪૬ લાખથી વધુનો મુદામાલ કબ્જે

સુરેન્દ્રનગર - માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હાંસલપુર પોલીસ સ્ટેશનમાં અ.હે.કો વિષ્ણુભાઈ ગફુરભાઈ તથા અ.પો.કો વિક્રમભાઈ શક્તાભાઈ બંને હાજર હતાં જે દરમ્યાન ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર તથા ઈનોવા કાર જે બંને ગાડીઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૃનો જથ્થો ભરીને બેચરાજીથી વિઠલાપુર તરફ જનાર હોય તેવી બાતમી મળતાં પોલીસની ટીમોએ હંસલપુર ચોકડી નજીક સદર હકીકતવાળી ગાડીઓની વોચ રાખેલ હતી. થોડીવારમાં બાતમી આધારે બંને ગાડીઓ વિલાપુર-બેચરાજી હાઈવે ઉપરથી પુરપાટ ગતિએ નીકળેલી પોલીસની ટીમે બંને ગાડીઓને ઈશારો કરીને ઉભી રાખવા જણાવ્યું પરંતુ ગાડીના ચાલકોએ ગાડીઓ ઉભી નહીં રાખી હોવાને લઈ પોલીસે બંને ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને સુઝબુઝથી હાંસલપુર નજીકના ટી.પી.રોડ ઉપર ગાડીઓને આંતરી બંને લક્ઝુરીયસ ગાડીની તપાસ આદરતાં ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૃની નાની/મોટી બોટલો તથા ટીન નંગ-૩૧૫૩ જેની કુલ કિંમત ૬ લાખ ૩૧ હજાર ૨૦૯ રૃપિયા તેમજ ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર ગાડી જેનો આર.ટી.ઓ.રજી નં.જીજે ૧૮ બી.એલ ૨૪૯૪ તથા ઈનોવા (સફેદ કલરની બ્લેક ફીલ્મવાળી) ગાડી જેનો આર.ટી.ઓ.રજી.નં. જીજે ૮ બી.એચ પ૬૧ જે બંને વાહનોની કિંમત રૃપિયા ૪૦ લાખ અને પકડાયેલ મોબાઈલ જેની કિંમત ૧૫ હજાર રૃપિયા મળીને કુલ ૪૬ લાખ ૪૯ હજાર ૨૦૯ રૃપિયાનો મુદ્દામાલ ઝડપી આરોપી (૧)શાન્તીરામ સમારામ ભાંટ (ઉ.વ.૨૮) રહે. કીલુવા,તા.સાંચોર, જિ.જાલોર (રાજસ્થાન) (૨) પુખરાજ વેલારામ પટેલ-કણબી (ઉ.વ.૩૦) રહે. ગાંગ, તા.રાનીવાડા જિ.જાલોર (રાજસ્થાન) અને (૩) આશુરામ રામારામ ભાટ (ઉ.વ.૨૧) રહે. કીલુવા,તા.સાંચોર, જિ.જાલોર (રાજસ્થાન) જે ત્રણેયની અટકાયત કરીને હાંસલપુર પોલીસે કાદેસરની કાર્યવાહી કરી હતી.