માંડલમાં આજે 3જા નોરતે શ્રી ખંભલાય સુવર્ણમ્ યંત્રના દર્શન,પુજાવિધિ માટે રાજ્યભરમાંથી યાત્રિકો ઉમટશે
2007 માં કરોડો ચામુંડા મંત્રોચ્ચારથી સિદ્ધ કરીને શુદ્ધ સુવર્ણ યત્ર માતાજીના
ચરણોમાં પધરાવેલું હતુંથ ત્રીજા નોરતે વર્ષમાં માત્ર એકજ વાર દર્શન માટે ખુલશે
માંડલ
- નવરાત્રીનું પાવન પર્વ શરૃ થઈ ગયું છે
અને આજે આસો સુદ-૩ એટલે કે માતાજીનું ત્રીજું નોરતું. અમદાવાદ ગ્રામ્યના માંડલ
નગરમાં આવેલ પ્રસિદ્ધ ખંભલાય માતાજીના મંદિરે અઢારેક વર્ષ પહેલાં એટલે કે
૨૦૦૭/૦૮માં કરોડો મંત્રોચ્ચારથી સિદ્ધ કરાયેલ શુદ્ધ સુવર્ણ શ્રી ખંભલાય યંત્રની
માતાજીના શ્રીચરણોમાં ટ્રસ્ટ મંડળ દ્વારા પધરાવવામાં આવેલું હતું અને તે પાવન દિવસ
નવરાત્રીનો ત્રીજો દિવસ હતો જેથી આ યંત્રના દર્શન વર્ષમાં માત્ર એકજ વાર થાય છે જે
ત્રીજા નોરતાના દિવસે જેથી આ ખંભલાય યંત્રમના આજે દર્શન, પુજાવિધિ માટે
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાના છે. કોઈ કાર્યને સિદ્ધ કરવા
અથવા તો જીવનમાં સફળતા મેળવવી હોય અથવા તો માતાજી સુધી પહોંચવું હોય તો યંત્ર,
મંત્ર અને તંત્ર આ ભક્તિના ત્રણ રસ્તા છે. આજે આસો સુદ-૩ એટલે કે
ત્રીજા નોરતે શ્રી ખંભલાય માતાજી મંદિરના કપાટ ખુલશે, પંડીતો
દ્વારા માતાજીની નિત્ય સેવાપુજાનો ક્રમ પુર્ણ કરી, આરતી
ત્યારબાદ આ શ્રી ખંભલાય યંત્રમને સવારે ૭ વાગ્યે ખુલ્લું મુકવામાં આવશે જે સાંજે ૭
વાગ્યે ફરી બંધ થશે જેથી આજે દિવસભર ભક્તો ગર્ભગૃહમાં જઈને આ યંત્રનો સ્પર્શ કરી
શકશે, જેની પુજાવિધિ અને દર્શન કરવાનો અવસર મળશે. ગર્ભગૃહમાં
બહેનોનો ફરજિયાત સાડી અને ભાઈઓને પીતાબંર પહેરવાનું રહેશે, આ
યંત્ર દુર્લભ છે જેથી તેનો ફોટોગ્રાફ કે વિડીયોગ્રાફી પણ થઈ શકતી નથી. આમ વર્ષમાં
એકવાર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવતાં આ ખંભલાય યંત્રના દર્શન માટે આજે
સગોત્રીભાઈઓ, ગ્રામજનો અને રાજયના અનેક શહેરોમાંથી મોટી
સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.