Gujarat

ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો

By GS TEAM
31 Jul 20252 mins read
TukuTouch Logo
અગાઉની એજન્સીમાં નોકરી કરતા સમયન પગારના 63 હજાર રૂપિયા બાકી હોય મેનેજરે પોલીસમાં અરજી કરી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો

Vadodara Crime : વડોદરાના માંજલપુરમાં હોટલ બ્લુ લગુનની પાછળ રાજનગર સોસાયટીમાં રહેતો અમિત અજયભાઈ મલ્હોત્રા સ્ટાન્ડર્ડ સિક્યુરિટી એન્ડ લેબર સર્વિસ નામની એજન્સીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ સ્વસ્તિક ચેમ્બરમાં આવેલ સ્ટાન્ડર્ડ સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ નામની એજન્સીમાં નોકરી કરતા હતા ત્યારે અમારે પગાર પેટે 63 હજાર રૂપિયા બાકી નીકળતા હતા. 

એજન્સીના માલિક રાધેશ્યામ તોમર તે આપતા નહીં હોવાથી આ બાબતે અમોએ અગાઉ અરજી કરી હતી. ગઈકાલે બપોરે 3:00 વાગે હું તથા મારી સાથે કામ કરતા રામપ્રસાદ દાસ અમારી ઓફિસની નજીક આવેલ નાસ્તાની દુકાને નાસ્તો કરવા ગયા હતા ત્યાંથી અમે પરત આવતા હતા. ત્યારે હું અગાઉ જે કંપનીમાં નોકરી કરતો તો તે એજન્સીના મુનેન્દ્ર કુમાર તથા પુષ્પેન્દ્ર ચૌહાણ તથા મનોજ સીકરવાર પાસે આવીને કહેવા લાગ્યા હતા કે તે અમારી સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ કેમ ફેસબુકમાં પોસ્ટ કરી છે. તે ડીલીટ કરી નાખજે નહીંતર જાનથી મારી નાખીશ.. તેઓએ ઉશ્કેરાઈને મારા પર હુમલો કરતા હું નીચે પડી ગયો હતો. મુનેન્દ્ર તોમરે પુષ્પેન્દ્ર ચૌહાણને કહ્યું કે તું તલવાર લઈને આવ આજે તો અને મારી નાખીશ જેથી હું ભાગવા જતા મનોજ સીકરવારે મને પકડી રાખ્યો હતો. દરમિયાન અમારી એજન્સીમાં કામ કરતા માણસો આવી જતા મને છોડાવ્યો હતો. મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ત્રણેય હુમલાખરો ભાગી ગયા હતા.