Gujarat

વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ

By GS TEAM
15 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા દંતેશ્વર રોડ વિસ્તારમાં પોલીસે સ્પા સેન્ટરમાં દરોડો પાડી મારો પ્રાંતીય યુવતીઓને ગેરકાયદે રાખનાર સંચાલકની સામે ગુનો નોંધ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ

Vadodara : વડોદરા દંતેશ્વર રોડ વિસ્તારમાં પોલીસે સ્પા સેન્ટરમાં દરોડો પાડી મારો પ્રાંતીય યુવતીઓને ગેરકાયદે રાખનાર સંચાલકની સામે ગુનો નોંધ્યો હતો.

દંતેશ્વર રોડના સિદ્ધાર્થ મંગલમ કોમ્પલેક્ષમાં ચાલતા હેવન સ્પામાં પોલીસે તપાસ કરતા પરપ્રાંતિય યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે મસાજ સહિતના કામો કરાવવામાં આવતા હોવાની વિગતો જાણવા મળી હતી. 

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પરપ્રાંતીય યુવતીઓને રાખવા બદલ જાણ નહીં કરી હોવાથી પોલીસે પાના સંચાલક જયદીપ બીપીનભાઈ પટેલ (માલેથા ગામ, શિનોર)ની સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.