મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ
આંખ કે ચામડી પીળી હોવા જેવા લક્ષણોમાં કિલીનિકલ કમળાની સારવાર અપાય છે
અમદાવાદ,ગુરુવાર,2 ઓકટોબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની
હોસ્પિટલમાં ઓગસ્ટ મહીનામાં કિલીનિકલ કમળાના ૪૦૭ દર્દીઓને આઉટડોર પેશન્ટ તરીકે
સારવાર આપવામા આવી હતી.કમળાના લક્ષણ તરીકે દર્દીની આંખ કે ચામડી પીળી હોવા જેવા
લક્ષણ જોવા મળે એવા કેસોમાં આઉટડોર પેશન્ટ તરીકે સારવાર અપાતી હોય છે.
ચેપીરોગની હોસ્પિટલમાં ઓગસ્ટ મહીનામા ૧૯૩ દર્દીઓને ઈન્ડોર
દર્દી તરીકે સારવાર આપવામા આવી હતી.એક મહીનામાં નવા ૧૬૧૧ અને જુના ૨૩૪૨ મળી કુલ
૩૯૫૩ દર્દીઓને આઉટડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી.હોસ્પિટલમાં કિલીનિકલ કમળા
ઉપરાંત ઝાડા ઉલટીના ૪૨૧, મરડાના
૯૬, ટાઈફોઈડના
૬૦ તથા અછબડાના ૧૬ દર્દીઓને ઓ.પી.ડી.માં નિદાન કરી સારવાર અપાઈ હતી.કમળાના અલગ અલગ
પ્રકારમાં હીપેટાઈટીસ એ અને ઈ વાઈરલ હીપેટાઈટીસ તરીકે ઓળખાય છે.હીપેટાઈટીસ-બી બલ્ડ
બોર્ન હીપેટાઈટીસ તરીકે ઓળખવામા આવે છે.શહેરમાં પાણીજન્ય ફેલાતા કમળાના સપ્ટેમ્બર
મહીનાના વીસ દિવસમાં ૨૭૬ કેસ નોંધાયા હતા.
આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમા પાણીજન્ય કમળાના ૨૫૭૯ કેસ નોંધાયા હતા.