Get The App

સગીરાને લગ્ન માટે દબાણ કરનાર શખ્સને 5 વર્ષની કેદ

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
સગીરાને લગ્ન માટે દબાણ કરનાર શખ્સને 5 વર્ષની કેદ 1 - image


- સગીરાને માર મારી બળજબરીથી ફ્રેન્ડશીપ રાખવા દબાણ કર્યું હતું

- 6 વર્ષ પૂર્વ બનેલાં બનાવમાં કોર્ટે સરકારી વકીલે રજૂ કરેલાં પૂરાવાના આધારે આરોપીને તકસીરવાન ઠેરવ્યો 

ભાવનગર : શહેરની એક સગીરાની છ વર્ષ પૂર્વે કનડગત અને હેરાનગતિ કરી લગ્ન માટે દબાણ કરવાના ગુનામાં શખ્સને કોર્ટે તકસીરવાન ઠેરવ્યો હતો. અને વિવિધ કલમ તળે દોષિત માની પાંચ વર્ષની સજા ફટકારી હતી.

બનાવની વિગત એવી છે કે, શહેરના જેલરોડ મરિન સોસાયટીમાં રહેતા કિશન પ્રવિણભાઈ બારૈયાએ ગત તા.૪ માર્ચ,૨૦૧૯ના રોજ શહેરના એક રહેણાંકી વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી તેની સાથે બળજબરી કરી હતી અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. જેના પગલે સગીરાએ ના પાડી દેતા શખ્સે સગીરાના મોંઢા પર લાફો મારી નીચે પછાડી દીધી હતી, એટલું જ નહીં, સગીરા શાળાએ જાય ત્યારે કિશન તેની પાછળ જઈ તેને ફ્રેન્ડશીપ કરવા તેમજ મોબાઇલ પર વાતચીત કરવા દબાણ કરતો હતો. અને જો ફ્રેન્ડશીપ નહી કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી અને લગ્ન કરવા મજબુર કરી હતી. જે અંગે  સગીરાની માતાએ  શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કિશન પ્રવિણભાઇ બારૈયા સામે ઇ.પી.કો કલમ ૩૫૪(એ),(બી),(ડી),૪૫૨ અને ૫૦૬(૨) તથા પોકસો એક્ટ ૧૨ મુજબનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડયો હતો.આ અંગેનો કેસ ભાવનગરના બીજા એડીશ્નલ સેસન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ એમ.બી.રાઠૌરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ગીતાબા પી. જાડેજા તથા  પ્રોસી.એડવોકેટ ભરત વોરાની દલીલો આધાર પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપીને જુદી-જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.

Tags :