૧૩ મહિના પહેલા સગીરાને ભગાડી જનાર ઝડપાયો
સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો
વડોદરા,૧૩ મહિના પહેલા બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે જરોદ ખાતેથી ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, આરોપી ચિંતનકુમાર ઉર્ફે ચીન્ટુ મફતભાઇ રબારી (રહે. સોનપુરનગર પેરેડાઇઝ કોમ્પલેક્સની બાજુમાં, વાઘોડિયા રોડ) ૧૩ મહિના અગાઉ ૧૫ વર્ષની કિશોરીને લઇને ભાગી ગયો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આરોપીને જરોદ ખાતેથી ભોગ બનનાર કિશોરી સાથે ઝડપી પાડયો હતો. કિશોરીએ એક બાળકીને પણ જન્મ આપ્યો છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિશોરીને લઇને આરોપી વડોદરાથી બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને જરોદ લઇ આવ્યો હતો.