જામજોધપુર તાલુકાના સતાપર ગામની વાડીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું
Jamnagar Liquor Crime : જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં એક વાડીમાં રહીને ખેતી કામ કરતા કાંધાભાઈ ઉર્ફે કાંધલ ભુપતભાઈ ઉલવા નામના 21 વર્ષના રબારી શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, અને તેની વાડીમાં સંતાડવામાં આવેલો રૂપિયા 4,500 ની કિંમતનો 9 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો જામજોધપુર પોલીસે કબજે કરી લીધો છે, જ્યારે દારૂનો જથ્થો સંતાડનાર કાંધાભાઈ ઉર્ફે કાંધલ ભુપતભાઈ ઉલવાની અટકાયત કરી લીધી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન તેને દારુનો જથ્થો સતાપર ગામના કિશન ભુપતભાઇ ઉલવાએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે, જેને પોલીસ શોધી રહી છે.