Gujarat

કાલાવડ નજીક રાજસ્થળી ગામ પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો

By GS TEAM
18 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક રીક્ષા ચાલકને 2.65 લાખની માલ સામગ્રી સાથે ઝડપી લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક રાજસ્થળી ગામ પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો

Jamnagar Liquor Smuggling : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક રીક્ષા ચાલકને 2.65 લાખની માલ સામગ્રી સાથે ઝડપી લીધો છે.

કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામમાં એક શખ્સ રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે. 03 બી.એક્સ. 9926 નંબરની રીક્ષાને અટકાવીને તેની તલાસી લેતાં અંદરથી 300 લીટર દેશી પીવાનો દારૂ અને 2000 લિટર દારૂનો આથો વગેરે મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ-આથો અને રીક્ષા સહિત રૂપિયાની માલમતા કબજે કરી છે. જ્યારે દારૂની હેરાફેરી કરી રહેલા કાલાવડ તાલુકાના કપુરીયા ગામના વતની હરસુખ બાબુભાઈ મકવાણાની અટકાયત કરી લઇ તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગેનો ગુન્હો દાખલ કરાવ્યો છે.