Vadodara Ganja Crime : વડોદરા શહેરના દાંડિયા બજારમાં બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં રહેતા એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ કોની પાસેથી ગાંજો લાવ્યો હતો તેની પૂછપરછ શરૂ કરાઈ છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂપી રીતે ડ્રગ્સ તથા ગાંજા સહિતના નશા યુક્ત પદાર્થો નું વેચાણ થતું રહેતું હોય છે. જેનાં પર પોલીસ અવાર નવાર રેડ કરવામાં આવતી રહેતી હોય છે. ત્યારે ક્રાઈમ બ્રાંચ ને 9 જાન્યુઆરીના રોજ બાતમી મળી હતી કે દાંડિયા બજાર વિસ્તારમાં 100 વર્ષ જૂની હોસ્ટેલમાં રહેતા એક શખ્સની પાસે નશીલા પદાર્થ છે. આ શખ્સ હોસ્ટેલમાં જ વેચાણ તથા સેવન કરી રહ્યો છે.જેથી શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી મુજબના સ્થળ હોસ્ટેલમાં વહેલી સવારે રેડ કરી હતી. ત્યાંરે એક શખ્સ પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાંચે આ શખ્સ ને ઝડપી પાડયો હતો. આ નશા યુક્ત પદાર્થ કયો છે તેની ખાતરી કરવા માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા તાત્કાલીક એફ એસ એલ ની ટીમને બોલાવી સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે આજે ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું
જેમાંથી મોડલિંગના વિદ્યાર્થીને હાલમાં રાઉન્ડ અપ કરીને ક્રાઈમ બ્રાંચ તેને ડીસીબીની કચેરી ખાતે લઈ જઈને કોની પાસેથી ગાંજો લઈને આવ્યો હતો તેની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોસ્ટેલમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ ગાંજાનું સેવન કરતાં હોય છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હોસ્ટેલમાં 25 થી વધુ વિદ્યાર્થી અને નોકરિયાતો રહેતા હોવાની માહિતી મળી રહી છે. વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપી વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


