Get The App

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી 1 - image

સુરેન્દ્રનગર-  80 ફૂટ રોડ પર પુષ્પકુંજ સોસાયટી સામે રહેતા અલ્પેશભાઈ નાનજીભાઈ મકવાણા તેમની ઝેરોક્ષની દુકાને હાજર હતા. તે દરમિયાન અલ્પેશભાઈના ઘરની સામે રહેતો પ્રશાંતભાઈ નારણભાઈ વાઘેલાએ આવીને અલ્પેશભાઈના ઘરના બીજા માળે રહેતા અલ્પેશભાઈના સંબંધીની દીકરીને બીજે દિવસે સાંજ સુધીમાં તેની સમક્ષ હાજર કરવાનું જણાવ્યું હતું અને હાજર નહીં કરે તો પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજે દિવસે અલ્પેશભાઈને ઘરે આવી પત્ની પુષ્પાબેનને ગાળો આપી હતી અને તેમના મકાનની બારીના કાચ તોડી નુકસાન પહોંચાડયું હતુ. જે અંગે ભોગ બનનાર અલ્પેશભાઈએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.