બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરના હાથમાંથી ગઠિયો પર્સ ઝૂંટવી ફરાર
Bharuch News : બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરના હાથમાંથી અજાણ્યો ગઠિયો રૂપિયા 1.48 લાખ ઉપરાંતની મત્તા ભરેલ પર્સ ઝૂંટવી ચાલુ ટ્રેનમાંથી કૂદી ફરાર થઈ જતા ફરિયાદના આધારે ભરૂચ રેલ્વે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થાણેના રહેવાસી સોનમબેન યાદવ તા.29 ઓગષ્ટના રોજ પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ જવા અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ ટ્રેનના કોચ નં.એસ-5માં મુસાફરી કરી રહ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે ટ્રેન પાનોલી રેલ્વે સ્ટેશન પર ઉભી રહી હતી. ત્યારે ટ્રેન ઉપડતાની સાથે જ એક અજાણ્યો ગઠિયો તેમના હાથમાંથી લેડીઝ પર્સ ઝૂંટવી ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી નાસી છૂટ્યો હતો. જે પર્સમાં મોબાઈલ ફોન, સોનાની બુટ્ટી, સોનાની નથણી, ચાંદીની બંગડીઓ સહિત કુલ રૂ.1,48,499ની મત્તાનો સમાવેશ થાય છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.