Gujarat

બલાણા ગામે મહિલાની હત્યાના બનાવમાં શખ્સને ઉમ્રકેદની સજા

By GS TEAM
28 Aug 20251 min read
બલાણા ગામે મહિલાની હત્યાના બનાવમાં શખ્સને ઉમ્રકેદની સજા

વર્ષ 2022માં પાણીના નિકાલ બાબતે ઝઘડો કરી ખૂની ખેલ ખેલ્યો હતો

હત્યારા આરોપીના પત્નીને પણ એક વર્ષની સજા અને રોકડનો દંડ ફટકારવામાં આવ્યો

રાજુલા: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે ત્રણેક વર્ષ પૂર્વે પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતમાં દંપતીએ ઝઘડો કરી એક મહિલાની હત્યા કર્યાના કેસમાં શખ્સને ઉમ્રકેદ અને તેના પત્નીને એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.

બલાણા ગામે વર્ષ ૨૦૨૨માં કાના ડાયાભાઈ સોલંકી અને લક્ષ્મીબેન ડાયાભાઈ સોલંકીએ પાણીના નિકાલ બાબતે ભાનુબેન મેઘાભાઈ બારૈયા નામના મહિલા સાથે બોલાચાલી-ઝઘડો કરી ખૂની ખેલ ખેલ્યો હતો. જે બનાવ અંગે મૃતકના પતિએ બન્ને સામે હત્યા, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ રાજુલાના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનવણી ચાલતા જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળની ધારદાર દલીલો, પુરાવાઓ વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયધિશ ડી.સી. ત્રિવેદીએ હત્યારા કાના સોલંકીને આજીવન કેદની સજા, રોકડ રકમનો દંડ તેમજ તેના પત્ની આરોપી લક્ષ્મીબેનને એક વર્ષની કેદ તેમજ રોકડ રકમનો દંડનો હુકમ કર્યો છે.