Get The App

ભરણપોષણની રકમ ન ચૂકવતા શખ્સને 105 દિવસ કેદની સજા

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
ભરણપોષણની રકમ ન ચૂકવતા શખ્સને 105 દિવસ કેદની સજા 1 - image


- 7 માસના 35 હજારની વસૂલાત માટે અરજી કરી હતી

- છાપરી (વીજપડી)ના શખ્સને પાલિતાણા કોર્ટે સજાનો હુકમ કર્યો

ભાવનગર : સાવરકુંડલાના છાપરી (વીજપડી) ગામના શખ્સને ભરણપોષણની રકમ ન ચૂકવવા બદલ કોર્ટે ૧૦૫ દિવસ સાદી કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા છાપરી (વીજપડી) ગામે રહેતો ગુલુ ડાડાભાઈ ગાહા નામના શખ્સે ગત તા.૩-૮-૨૦૨૪થી તા.૩-૩-૨૦૨૫ સુધીના સાત માસની માસિક રૂા.૫,૦૦૦ લેખે કુલ રૂા.૩૫,૦૦૦ની રકમ ન ચૂકવતા તે રકમની વસૂલાત માટે પાલિતાણાના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીના કામે કોર્ટે આજે સોમવારે સુનવણી હાથ ધરી ભરણપોષણની રકમ ચૂકવવામાં કસુર બદલ ગુલુ ગાહાને ૧૦૫ દિવસની સાદી કેદની સજા ભોગવવા તેમજ જ્યુડી કસ્ટડી દરમિયાન ભરણપોષણની રકમ ચૂકવી આપે તો તેટલા પૂરતી પ્રમાણસર સજા મજરે આપવા ન્યાયમૂર્તિ એ.વી. વર્માએ હુકમ કર્યો છે.

Tags :