સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ
- પેટલાદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો
- આરોપીને 35 હજારનો દંડ : ભોગ બનનાર પીડિતાને 50 હજાર વળતર ચૂકવવા હુકમ
આણંદ : સોજીત્રા તાલુકાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને ૨૦ વર્ષની કેદ અને ૩૫ લાખનો દંડ પેટલાદ કોર્ટે ફટકાર્યો છે.
સોજીત્રા તાલુકાની ૧૪ વર્ષ ૭ મહિના અને ૧૪ દિવસની સગીરાને લલચાવી, ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી દેવાતજ ગામનો અજયભાઈ શીવાભાઈ ઉર્ફે રમેશભાઈ વાઘેલા (તળપદા) યુવક લઈ ગયો હતો. બાદમાં યુવકે સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેનો કેસ સ્પે. પોક્સો કોર્ટ પેટલાદમાં ચાલી જતા આરોપી અજયભાઈ શીવાભાઈ ઉર્ફે રમેશભાઈ વાઘેલા (તળપદા)ને ૨૦ વર્ષની કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. આરોપીને વિવિધ કલમો હેઠલ ૩૫ હજારનો દંડ પણ ફટકાર્યો છે. ભોગ બનનાર પીડિતાને ૫૦ હજાર વળતર પેટે ચૂકવવા પણ આદેશ કર્યો છે.