ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો
- આરોપી સામે વેજલપુર, ઓઢવમાં પણ ગુના
- સરખેજમાંથી બાઈક ચોર્યું હતું : મોજશોખ પૂરા કરવા બાઈક ચોર્યાનું ખૂલ્યું
સાણંદ : સાણંદના વિરોચનનગરનો બાઈક ચોર ચોરેલા બાઈક સાથે ઝડપાયો હતો. શખ્સ વિરૂદ્ધ વેજલપુર અને ઓઢવમાં પણ ગુના દાખલ થયેલા છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ વાહન ચેકિંગમાં હતી. દરમિયાન સાણંદના વિરોચનનગરના મૂળ રહેવાસી અલ્ફેજ (રહે. ફતેવાડી બરફની ફેક્ટરી પાસે, અમદાવાદ)ને નંબર પ્લેટ વગરની ચોરી કરેલી બાઈક સાથે ઝડપી પાડયો હતો. આરોપીએ સરખેજ મસ્તાન મસ્જિદની પાછળ ઈકરા ફ્લેટ પાસેથી સવારે ૪ વાગ્યે બાઈક ચોરી કર્યું હતું. પોલીસે રૂા. ૧૦ હજારનું બાઈક જપ્ત કરી ગુનો દાખલ કરાવતા સાણંદ ટાઉન પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. આરોપી વિરૂદ્ધ વેજપુર અને ઓઢવમાં પણ ગુના દાખલ થયેલા છે. શખ્સ આર્થિક ફાયદા માટે અને મોજશોખ પૂરા કરવા માટે બાઈક ચોરતો હોવાનું ખૂલ્યું હતું.