Gujarat

અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર

By GS TEAM
1 Aug 20251 min read
અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર

અફીણના પોષ ડોડા રાજસ્થાનથી આવતા હતા

બે દિવસ પૂર્વે એસોજીએ તળાજા તાલુકાના રાજપરા-2 ગામેથી શખ્સને ઉઠાવ્યો હતો

ભાવનગર: તળાજા તાલુકાના રાજપરા-૨.(તણસા) મકવાણા શરીમાં આવેલા રહેણાંકના મકાનમાંથી અફીણના પોષ ડોડાના જથ્થા સાથે એક ઈસમને એસઓજીએ રૂ. ૪.૭૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જેના અલંગ પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ભાવનગર એસઓજીના સ્ટાફને મળેલી બાતમીના આધારે તળાજા તાલુકાના રાજપરા-૨.(તણસા) મકવાણા શરીમાં રહેતો હિંમત દુલાભાઇ ધામેલીયા (ઉ.વ.૪૩) ના રહેણાંકના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા અફીણના પોષ ડોડા ૧૫૭ કિલો ૯૧૨ ગ્રામ રૂ.૪,૭૩,૭૩૬ મળી કુલ રૂ.૪.૭૫ લાખના મુદ્દામાલ સાથે હિંમતની ધરપકડ કરી તેના વિરૂધ્ધ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધી અલંગ પોલીસને સોંપ્યો હતા. આ બનાવ સંદર્ભે અલંગ પોલીસે શખ્સને રિમાન્ડની માંગણી સાથે કાર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના મંજૂર કર્યાં હતા. તદુપરાંત આ અફીણના પોષ ડોડા રાજસ્થાનથી આવતા હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ સંદર્ભે શખ્સની સઘન પૂછપરછ અલંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.