Gujarat

જામનગરમાં ગોકુલ નગર-આશાપુરા સર્કલ પાસેથી મોડી રાત્રે ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલો પોરબંદરનો એક શખ્સ પકડાયો

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આશાપુરા સર્કલ પાસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ગઈકાલે રાત્રિના 12.30 વાગ્યાના અરસામાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતાં પોલીસે અટકાવીને તેની તલાસી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગોકુલ નગર-આશાપુરા સર્કલ પાસેથી મોડી રાત્રે ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલો પોરબંદરનો એક શખ્સ પકડાયો

Jamnagar Liquor Crime : જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આશાપુરા સર્કલ પાસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ગઈકાલે રાત્રિના 12.30 વાગ્યાના અરસામાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતાં પોલીસે અટકાવીને તેની તલાસી લીધી હતી. 

જે તલાસી દરમિયાન તેના કબજામાંથી 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તેનું નામ ઠામ પૂછતાં ઉપરોક્ત શખ્સએ પોતાનું નામ રાજ હરીશભાઈ મદલાણી અને પોરબંદરનો વતની હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી લઈ તેના કબજામાંથી રૂપિયા 23,520 ની કિંમતની 192 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલો અને મોબાઈલ ફોન સહીત રૂપિયા 30,520 ની માલમતા કબજે કરી છે, અને આરોપી સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.