Get The App

મહેમદાવાદનો શખ્સ નશાયુક્ત કફ સીરપની 76 બોટલો સાથે ઝડપાયો

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
મહેમદાવાદનો શખ્સ નશાયુક્ત કફ સીરપની 76 બોટલો સાથે ઝડપાયો 1 - image


મકાનમાં સંગ્રહ કરી ગેરકાયદે વેચાણ કરતો હતો

13 હજારની કફ સીરપ સહિત રૂા. 22 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો

નડિયાદ: મહેમદાવાદમાંથી શખ્સને રૂપિયા ૧૩ હજારની નશાયુક્ત કફ સીરપની ૭૬ બોટલો સાથે ખેડા એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. કફ સીરપનો જથ્થો પૂરો પાડનારો શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે રૂા. ૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતો સકિલમીયાં ઝાકીરમીયાં મલેક (ઉં.વ. ૩૬, રહે. ઇકબાલ સ્ટ્રીટ, બંધ મહાદેવનો ખાંચો, મહેમદાવાદ મુળ રહે. સંધાણા મસ્જીદ પાછળનું ફળીયું, ઠાકોરવાસ, તા.માતર)પોતાના માલિકીના રહેણાંક મકાનમાં કોડેઇન યુક્ત નશાકારક દવાઓની બોટલો વેચાણ કરવા ગેરકાયેદે રીતે મેળવી સંગ્રહ કરતો હતો. 

જ્યાં ખેડા એસઓજી પોલીસે દરોડો પાડી મકાનમાંથી પાસ પરમીટ વગર વિવિધ બનાવટની કોડેઈન યુક્ત નશીલી કફ સીરપ દવાઓની ૧૦૦ એમએલની ૭૬ બોટલો કિંમત રૂા. ૧૩,૨૯૩, મોબાઈલ, રોકડા રૂા. ૩,૬૫૦, બેગ સહિત રૂા. ૨૨ હજારના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડયો હતો. 

જ્યારે કફ સીરપનો જથ્થો જમીત મનુભાઈ સોની (રહે. ધુ્રવ ફળિયું, સાંકડા બજાર, મહેમદાવાદ) પૂરો પાડનારો મળી આવ્યો નથી. આ બનાવ અંગે એસઓજીની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :