Get The App

મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ 1 - image

- બે વર્ષ પૂર્વેના કેસમાં મહુવા કોર્ટનો ચુકાદો

- હોટલ સંચાલકને આપેલો ચેક બાઉન્સ થતા કોર્ટમાં ફરિયાદ કરી હતી

ભાવનગર : મહુવામાં હોટલ સંચાલકને આપેલો ચેક બાઉન્સ થયાના કેસમાં શખ્સને એક વર્ષની કેદ અને રૂા.૧.૩૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મહુવાના નવા બસ સ્ટેન્ડ પાસે, આશિયાના સોસાયટીમાં રહેતા અને ફાતેમા સોસાયટી પાસે અજવા ચાઈનીઝ પોઈન્ટ નામે હોટલ ચલાવતા મહમંદરઝા હબીબઅલી જમાણીએ મોહમંદસફી સલીમભાઈ જેઠવા (રહે, ગોળબજાર, મહુવા) નામના શખ્સને ધંધાના કામે નાણાંની જરૂરિયાત ઉભી થતાં મિત્રતાના નાતે રૂા.૯૦,૦૦૦ હાથઉછીના આપ્યા હતા. બાદમાં શખ્સે ગત તા.૩-૧૧-૨૦૨૩નો આપેલો ચેક વટાવવા જતાં પુરતા ભંડોળના અભાવે ચેક પરત ફર્યો હતો. આ બનાવ અંગે રેસ્ટોરન્ટ સંચાલકે તેમના વકીલ મારફત શખ્સ સામે મહુવાના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસની સુનવણી ચાલતા કોર્ટે આરોપી મોહમંદસફી જેઠવાને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની દોઢી રકમ રૂા.૧,૩૫,૦૦૦નો દંડ ભરવા હુકમ કર્યો છે.