કલોલના બિલેશ્વરપુરા પાસે અકસ્માતમાં શખ્સનું મોત
એક્ટિવા સ્લીપ થતાં પાછળ આવી રહેલું વાહન પગ ઉપર ફરી વળ્યું
કલોલ : અમદાવાદના બે મિત્રો કલોલના બિલેશ્વરપુરા પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું ત્યારે પાછળ આવી રહેલા વાહન એક શખ્સના પગ ઉપર ફરી વળ્યું હતું જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત થઈ ગયું હતું અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલના બિલેશ્વર પૂરા પાસે વાહન અકસ્માતમાં એકનું મોત થયું
હતું અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા ભરતકુમાર ભવનભાઈ કાપડિયા
તેમના મિત્ર ભરતભાઈ અંબાલાલ પટેલને લઈને એકટીવા ઉપર કડી તાલુકાના ઘુમાસણ ગામે જવા
નીકળ્યા હતા તેમનું એકટીવા બિલેશ્વરપુરા પાસેથી પસાર થતું હતું ત્યારે હોટલની સામે
મેન રોડ પરથી પસાર થતા તેમનું એકટીવા રોડની સાઈડમાં આવેલા માટીમાં ફસાઈ જતા તેઓ
બંને જણા નીચે પડી ગયા હતા. આ દરમિયાન ભરતભાઈ અંબાલાલ પટેલ રોડ સાઈડમાં પડયા હતા
ત્યારે પાછળ આવી રહેલ કાર જીવવા વાહને તેમના પગ ઉપર વાહન ફેરવી દીધું હતું જેના
કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા
તેમનું મોત થઈ ગયું બધું બનાવવા અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.