Gujarat

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત

By GS TEAM
14 Jun 20261 min read
કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત

મૃતકના પુત્રએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

આધેડ અને ટ્રેક્ટર ચાલક ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો

ભાવનગરરાણપુરના કેરીયા ગામે રહેતા આધેડ વાડીમાં ટ્રેક્ટર ચાલક સાથે બેસી ખેતરમાં ખાતર નાખતા હતા તે દરમિયાન અકસ્માતે ટ્રેક્ટરની સાતી આધેડને વાગી જતા તેમનું મોત નિપજ્યું હતું.

રાણપુર તાલુકાના કેરીયા ગામે રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ ગાબુના પિતા વિક્રમભાઈ ગાબુ અને ગામના પ્રકાશભાઈ ઓધાભાઈ ગાબુ પોતાના કબ્જાનુ ટ્રેકટ૨ (જીજે-૩૩-એફ-૫૫૭૮)નું લઈને જુની વાડીમાં ચાસ નાંખતા હતા અને ટ્રેકટર સાથે જોડેલ સાતી ઉપર બેસી વિક્રમભાઈ ગાબુ ખાતર વાવતા હતા તે દરમ્યાન આ પ્રકાશ ઓધાભાઈ ગાબુનાએ પોતાના કબ્જાનું ટ્રેકટર પુરઝડપે તથા બેદરકારી પુર્વક હંકારતા ટ્રેકટર ખેતરમા પાણીના ધોરીયાની કડ ઉપર ચડી જતા ટ્રેક્ટરની સાંતીનો ભાગ વિક્રમભાઈ ગાબુને ડાબા પડખામાં વાગી જતા નીચે પડી જતા ગંભીર ઈજા થતા વિક્રમભાઈ ગાબુને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર અશ્વિનભાઈએ ટ્રેક્ટર ચાલક વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.