Get The App

જામનગરની જી.જી. હોસ્પિટલ ફરીવાર ચર્ચામાં : લોખંડના પાઇપ સાથે શખ્સે મચાવ્યો હંગામો, સિક્યુરિટીનો સદંતર અભાવ

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરની જી.જી. હોસ્પિટલ ફરીવાર ચર્ચામાં : લોખંડના પાઇપ સાથે શખ્સે મચાવ્યો હંગામો, સિક્યુરિટીનો સદંતર અભાવ 1 - image


G G Hospital Jamnagar : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ દિન પ્રતિદિન નવા વિવાદોમાં સપડાયેલી રહે છે, અને તેમાં ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા ખાડે ગઈ હોય તે પ્રકારેના દિન પ્રતિ દિન વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને હોસ્પિટલ પરિસરમાં દર્દીના સગા વાલાઓ વગેરે દ્વારા સરેઆમ આતંક મચાવી રહ્યા છે, જેના કારણે અન્ય દર્દીઓ અને તેના સગા વાલાઓમાં ભયનું વાતાવરણ જોવા મળે છે, અને સુરક્ષા વ્યવસ્થાની સદંતર ખામી જોવા મળે છે.

ગઈકાલે રાત્રિના 12.00 વાગ્યાના અરસામાં જી.જી. હોસ્પિટલની લોબીમાં લોખંડનો પાઇપ લઈને એક માથાભારે શખ્સ ધસી આવ્યો હતો, અને પોતાની સાથે મારામારીમાં ઇજાગ્રસ્ત બનેલા એક વ્યક્તિની સારવાર મામલે સૌ પ્રથમ 108 ની ટીમ કે જેને સારવારમાં લાવી હતી તેની સાથે જ હંગામો મચાવ્યો હતો, અને લોખંડના પાઇપ ઉગામીને ધાકધમકી આપી હતી. ત્યારબાદ હોસ્પિટલની કેશ વિભાગની બારી સહિતના વિસ્તારમાં લોખંડના પાઇપ સાથે ભારે ધમાચકડી કરી હોવાથી દેકરો બોલી ગયો હતો, અને ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ સમયે જી.જી. હોસ્પિટલ પરિસરમાં એક પણ સિક્યુરિટીનો જવાન દેખાયો ન હતો, અને માથાભારે શખ્સે હોસ્પિટલની લોબીને માથે લીધી હતી. આવેળાએ ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ હિંમત દાખવીને આ સમયનો વિડીયો બનાવી લીધો હતો, અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી.જી. હોસ્પિટલના તંત્રએ હકીકતમાં સુરક્ષા વ્યવસ્થા લઈને તે અંગેની યોગ્ય કાર્યવાહી થાય તે દિશામાં કદમ ઉઠાવવા માટેની માગ ઉઠી છે.

Tags :