શેરબજારમાં સારા નફાની લાલચ આપી શખ્સે રૂ. 47.56 લાખની છેતરપિંડી આચરી

- સિહોરમાં રહેતા અને એક્ઝિસ બેંકમાં ફરજ બજાવતા સેલ્સ મેનેજરને
- અજાણ્યા શખ્સ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
સિહોરના દરબારગઢ પાસે આવેલ દવે શેરીમાં રહેતા અને એક્ઝિસ બેંકમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા સાગરભાઈ અશોકભાઈ મલુકાને અજાણ્યા ઈસમ સાથે વ્હોટ્સ એપ ગૃપમાં સંપર્ક થયો હતો અને સાગરભાઈને શેરબજારમા તથા આઈપીઓમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ જણાવી સાગરભાઈને વિશ્વાસમા લીધાં હતાં અને અજાણ્યા ઈસમે કોમ્પ્યુટર સંસાધન અથવા કોમ્યુનીકેશન સાધનની મદદથી સીડબ્લ્યુએ એપ્લીકેશનમાં યુઝર આઇડી બનાવડાવી સાગરભાઈનો વિશ્વાસ કેળવી લઈ અલગ-અલગ સમયે રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. તદુપરાંત અજાણ્યા શખ્સે વધુ પ્રોફીટની લાલચ આપી બનાવેલ યુઝર આઈડીમાં પ્રોફીટ બતાવી થયેલ પ્રોફીટની રકમ મેળવવા માટે ટેક્ષ પેટે તથા રોકાણ પેટે કુલ રૂ.૪૭,૫૬,૩૪૪નંુ સાયબર ફ્રોડ કરી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી લઇ સાગરભાઈ સાથે છેતરપીંડી આચરી હતી. આ બનાવ સંદર્ભે સાગરભાઈએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








