Get The App

વિદેશી દારૂ-બિયરની 254 બોટલ સાથે શખ્સ ઝડપાયો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી દારૂ-બિયરની 254 બોટલ સાથે શખ્સ ઝડપાયો 1 - image

- જુના ડુમરાલ કેનાલ પાસે દારૂની હેરાફેરી

- પોલીસે 81 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : નડિયાદ પશ્ચિમ પોલીસે સોમવારે જુના ડુમરાલ રોડ કેનાલ પાસેથી એક બુટલેગરને વિદેશી દારૂની બોટલ નંગ ૨૫૪ કિંમત રૂપિયા ૮૧ હજારના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ પશ્ચિમ પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, નડિયાદ જુના ડુમરાલ રોડ કેનાલ પાસે રહેતો સુનીલ તળપદા પોતાના ઘર પાછળ વિદેશી દારૂ સંતાડી ચોરી છૂપીથી વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ પાડતા મળી આવેલા શખ્સની અટક કરી પૂછપરછ કરતા સુનિલ રમેશભાઇ તળપદા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેના ઘર પાછળ વાડામાં તપાસ કરતા વિદેશી દારૂના ૨૪૦ ક્વાર્ટરિયા (કિંમત રૂ. ૭૮,૦૦૦) તેમજ બિયરના ૧૪ ટીન (કિંમત રૂ.૩,૦૮૦) મળી કુલ રૂપિયા ૮૧,૦૮૦નો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.