બાવળાના રજોડામાં ગેસના બાટલાઓનું રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો

પોલીસે
રૃ.૪૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
ઘરેલું
ગેસના બાટલામાંથી કોમર્શિયલ તથા નાના બાટલામાં રિફિલિંગ કરી ઉંચા ભાવે વેચતા હતા
બગોદરા -
બાવળાના રજોડા ગામમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું પકડાયું છે.
આરોપી ઘરેલું ગેસના બાટલામાંથી કોમર્શિયલ તથા નાના બાટલામાં રિફિલિંગ કરી ઉંચા
ભાવે વેચતો હતો. પોલીસની ટીમે રજાડાનો શખ્સ ૭૯ બોટલની સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી
છે.
રજોડા
ગામની સીમમાં કેનાલ રોડ પર મોડલ સ્કૂલની પાછળના ભાગે અમુક શખ્સો ખેતરમાં ગેરકાયદે
એલપીજી ગેસના ઘરગથ્થુ વપરાશના બાટલાઓ રાખી,
તેેમાંથી કોમશયલ હેતુથી અન્ય નાના બાટલાઓમાં તથા ઘરગથ્થુ નાના-મોટા
બાટલાઓમાં ગેસનું રિફિલિંગ કરી કોમશયલ તથા ઘરગથ્થુ ગેસના બાટલા ઊંચા ભાવે
ગ્રાહકોને વેચાણ કરતા હતા અને બહારથી મજૂરી અર્થે આવતા મજૂરોને ઘરગથ્થુ નાના
બાટલાઓનું રિફિલિંગ કરી આપતા હતા.
આ
માહિતીના આધારે બાવળા પોલીસે રેઇડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાતા મામલતદાર (અન્ન
અને નાગરિક પુરવઠા વિભાગ)ને સ્થળ પર પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં
દિલીપસિંહ વિક્રમસિંહ વાઘેલા (રહે. રજોડા,તા. બાવળા) અલગ અલગ એજન્સીની ગેસની નાની-મોટી ૭૯ બોટલ, ગેસ રિફિલની નોઝલ તથા પાઇપ, ગેસના બાટલાની ઉપર
લગાવવામાં આવતી કોકટોક (સગડી), ગેસના પ્રેશર વાલ્વ તથા ગેસના
રેગ્યુલેટર વગેરે મળી કુલ રૃ. ૪૭,૯૩૦નો મુદ્દામાલ કબજે
કર્યોે છે.