Get The App

નડિયાદમાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો 1 - image

- પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આદરી 

- અન્ય શખ્સ પાસેથી ટિકિટનો સટ્ટો રમાડવાની આઇડી મેળવી હતી, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત 

નડિયાદ : નડિયાદના સાંઇબાબા મંદિર રોડ પર પર પાનની દુકાનની બાજુમાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો હતો. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

શહેરના સાંઇબાબા મંદિર રોડ પર નગીન પાન વાલાની દુકાન પાસે ઉભા રહેલા શખ્સો મોબાઇલ ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડે છે. પોલીસે રેડ પાડતા પાનની દુકાન પાસે ઉભો રહેલા શખ્સની અટક કરીને પૂછપરછ કરતા રેહાન મહેબુબભાઇ અલાદ હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સની પૂછપરછમાં ટિકિટનો સટ્ટો રમાડવાની આઇડી સોએબ મહમદ સાભઇ ( બંને રહે. પરિવાર સોસાયટી, નડિયાદ) પાસેથી મેળવી હતી. પોલીસે રોકડ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.