થાનમાં મેલડી માતાજીના મંદિરે ઝાડ કાપવા મામલે શખ્સને માર માર્યો
ચાર વ્યકિત સામે ફરિયાદ દાખલ
ચાર શખ્સોએ જાતિ અપમાનિત કરી સળિયાથી મારમારતા ઇજા ઃ ધમકી પણ આપી
સુરેન્દ્રનગર - થાન શહેરી વિસ્તારમાં આવેલા ફુલવાડી બાવળવાળા મેલડી માતાજીના મંદિરે ઝાડ કાપી રહેલા એક શખ્સને ચાર વ્યક્તિએ ગાળો આપી લોખંડના સળીયા વડે મારમારી ઈજા થઇ હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે શખ્સે ચાર શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
થાનના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી મેહુલભાઈ ઉર્ફે ડાબો હરેશભાઈ છાંસીયાએ ખોડાભાઈના કહેવાથી બાવળવાળા મેલડી માતાજીના મંદિરે ઝાડ કાપવાનું મજુરીકામ રાખ્યું હતું તે દરમિયાન ગામમાં જ રહેતા ચાર શખ્સોએ આવી શખ્સને ગાળો આપી લોખંડના સળીયા વડે હાથે તેમજ કોણીના ભાગે ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતા જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ થાન પોલીસ મથકે અમરશીભાઈ ચતુરભાઈ મકવાણા,મહાદેવભાઈ મકવાણા,અરજણભાઈ મકવાણા અને હાર્દિકભાઈ મહાદેવભાઈ મકવાણા (તમામ રહે.થાનવાળા) સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.